સ્થિત સંકુલમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓએ વિવિધ સ્પર્ધામાં ટોપટેનમાં સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. સૌરાષ્ટ્ર યુનિ. આંતર કોલેજ બેડમિન્ટન સ્પર્ધામાં ભાદરકા તેજસ્વી લખુભાઇએ ૭મુ સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે યોગાસન સ્પર્ધામાં અમીપરા કૃપાલી મનસુખભાઇએ ૧૦મુ સ્થાન મેળવ્યું છે. બંને વિદ્યાર્થિનીઓ નેશનલમાં સ્ટેન્ડબાય સેકન્ડ નંબર પર સિલેક્ટ થતા સંકુલ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.