શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રીમતી ડી.એચ. કાબરીયા આટ્ર્સ અને આર.કે. વઘાસિયા કોમર્સ કોલેજની મહિલા ફૂટબોલ ટીમે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફૂટબોલ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી સંસ્થાનું નામ રોશન કર્યું છે. આ ટીમમાં વાગડીયા પ્રિયાંશી, નારીયા નેન્સી, વેકરીયા વિધી, વાદી
શ્રૃતિ, સિધ્ધપરા પરિતા, કુકડીયા નયના, કરપડા ક્રિષ્નાબા, પરમાર જ્યોત્સના, બોરડ અર્પિતા, લાખાણી કોમલ, ચૌહાણ નિશા અને પરમાર વસુ જેવી પ્રતિભાશાળી ખેલાડી બહેનોનો સમાવેશ થાય છે. સમગ્ર ટીમની આ સિદ્ધિ બદલ સ્ટાફ-સ્ટુડન્ટ્સ અને સંકુલ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.