આગામી તા.૧૮ ડિસેમ્બરના શનિવારના રોજ અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાનાર હતી. જે ગ્રામ પંચાયતની સામાન્ય/ પેટા/ મધ્યસત્ર ચૂંટણીની આચારસંહિતાના કારણે મોકૂફ રાખવામાં આવી છે. બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોની ચર્ચા આગામી માસમાં મળનારી બેઠકમાં કરવામાં આવશે તેમ અધિક કલેક્ટર અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.