ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ હાલમાં જ દીકરા રેયાંશનો ૫મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. શ્વેતા તિવારી અને તેની દીકરી પલકે રેયાંશના બર્થ ડે સેલિબ્રેશનની ઝલક બતાવી છે. શ્વેતા તિવારી ઈન્સ્ટાગ્રામ રીલમાં ચાલી રહેલા ટ્રેન્ડને ફોલો કરતો વિડીયો શેર કરીને રેયાંશને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. રેયાંશા સાથેનો વિડીયો શેર
કરતાં શ્વેતાએ લખ્યું, “મારી ખુશીઓના વાટકાને જન્મદિવસની શુભેચ્છા.” શ્વેતાની આ પોસ્ટ પર કરણવીર બોહરા, ટીજે સિદ્ધુ, દલજીત કૌર સહિતના સેલેબ્સે કોમેન્ટ કરીને રેયાંશને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. એક્ટ્રેસ દલજીત કૌર રેયાંશની બર્થ ડે પાર્ટીમાં પોતાના દીકરા જયદન સાથે સામેલ થઈ હતી. ત્યારે તેણે રેયાંશ અને શ્વેતા સાથેની એક તસવીર શેર કરતાં તેને શુભકામના પાઠવી હતી. શ્વેતાની મોટી દીકરી પલક તિવારીએ પણ ભાઈના બર્થ ડેનું સેલિબ્રેશન બતાવતી કેટલીક તસવીરો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. પલકે તસવીરો શેર કરતાં લખ્યું, “આજે મારા ભાઈનો બર્થ ડે છે.” તસવીરોમાં જાઈ શકો છો કે બર્થ ડે બોય રેયાંશે ગ્રે રંગનું ટી-શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું છે. જ્યારે પલક પફ સ્લીવવાળા યલો ફ્લોરલ ડ્રેસ ખૂબ જ સુંદર લાગે છે. બોલની વચ્ચે ભાઈ-બહેનની જાડી મસ્તી કરતી જાવા મળી રહી છે.