શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ સાવરકુંડલા દ્વારા શુક્રવારે ર૯૮મા નેત્ર કેમ્પનું આયોજન કરાયું હતુંં. દિપ પ્રાગટ્ય કરી કેમ્પની શરૂઆત કરાઇ હતી. બાદમાં વિરનગરના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા ૧૪૭ દર્દીઓની આંખના રોગોની તપાસ કરવામાં આવી હતી. જેમાં ર૩ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યા હતા. કેમ્પના દાતા અનિ. રમણિકભાઇ દેસાઇ હ. યોગેશભાઇ દેસાઇ-મુંબઇ રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા ઘનશ્યામભાઇ કનકોટીયાએ જહેમત ઉઠાવી હતી.