સ્વામિનારાયણ ગુરૂકુલ તરવડામાં ચાલી રહેલી શ્રીમદ્‌ ભાગવત કથામાં કેન્દ્રીય મંત્રી ૫રશોત્તમભાઈ રૂપાલાએ હાજરી આપી સંતોનું પૂજન કર્યું હતું. મહંત દેવકૃષ્ણદાસજી સ્વામીએ હાર પહેરાવી આશીર્વાદ પાઠવ્યા તથા કથાના યજમાન ગૌતમભાઈએ શાલ ઓઢાડી કેન્દ્રીય મંત્રીનું સન્માન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, ગુરુકુલ દ્વારા હજારો બાળકોનું સંસ્કાર અને ભોજન પ્રસાદ દ્વારા માનસિક અને શારીરિક પોષણ થાય છે. કેન્દ્રીય મંત્રીએ અમરેલી શહેર અને તાલુકામાં કુલ ૩૮૩ બાળકો કુપોષિત છે તેમના માટે પોષણયુક્ત આહાર પ્રસાદ પૂરો પાડવા સંસ્થાને અપીલ કરતા સંસ્થાએ કટિબદ્ધતા દર્શાવી હતી.