શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ તરવડા ખાતે અમરેલી શહેર ભાજપ દ્વારા પ્રશિક્ષણ વર્ગ-ર૦ર૧નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશિક્ષણ વર્ગના ઉદ્‌ઘાટન સત્રમાં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા, તરવડા ગુરુકુલના સંચાલક પ.પૂ. શ્રીરામ સ્વામી, જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઇ કાબરીયા, સત્ર વક્તા તુષારભાઇ જાશી, વર્ગપાલક મેહુલભાઇ ધોરાજીયા, વર્ગ જિલ્લા ઇન્ચાર્જ ભગીરથભાઇ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઇ સોઢા, મહામંત્રી રાજેશ માંગરોળીયા, ભરતભાઇ મકવાણા સહિત શહેર ભાજપના હોદ્દેદારો, નગરસેવકો, શહેર ભાજપના કારોબારી સભ્યો, મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.