શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા આગામી ૧૬મી ફેબ્રુઆરીના સમૂહ લગ્નોત્સવમાં જોડાનાર ૬૦ યુગલો માટે માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ સુરતના પ્રમુખ ડો. સી.એમ. વાઘાણી અને જે.બી. ધારૂકાવાળા, આટ્ર્સ કોલેજના પ્રિન્સીપાલ ડો. દિલીપભાઈ વરસાણીએ સુખી દાંપત્યજીવન માટે માર્ગદર્શન આપ્યું હતું. શિબિરમાં દાંપત્યજીવનની સમજણ, આવનારા સમયનું આયોજન, તંદુરસ્તી અને આર્થિક બચત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સૌરાષ્ટ્ર પટેલ મહિલા વિંગના કન્વીનર જયશ્રીબેન ભાલાળાએ યુગલોને શુભેચ્છા પાઠવી હતી. શ્રીમતિ વીણાબેન પટેલ, કોકીલાબેન નવાપરા, વિમળાબેન વાઘાણી અને વિલાસબેન કથીરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ અંકિત બુટાણીએ કરી અને હાર્દિક ચાંચડે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.