આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨પની થીમ ‘એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય માટે યોગ’ છે. ‘વિશ્વ યોગ દિવસ’ પૂર્વે, કોડીનાર ખાતે શ્રી સોમનાથ એકેડેમીમાં વિદ્યાર્થીઓ માટે યોગાભ્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વિવિધ યોગાસનો કર્યા હતા. તજજ્ઞો દ્વારા યોગના માધ્યમથી શારીરિક તંદુરસ્તી જાળવવા, અભ્યાસમાં એકાગ્રતા વધારવા, માનસિક શાંતિ પ્રાપ્ત કરવા અને નકારાત્મક વિચારો દૂર કરવા જેવી બાબતો પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.