શ્રી સરદાર પટેલ શરાફી સહકારી મંડળી લી. બગસરા શાખામાંથી રૂ.૮૧,૦૦૦ની લોન લીધેલ જે લોન પેટે મંડળીની હપ્તા પૈકીની તમામ રકમ રૂ.૧,૦૧,૧૨૮ નો ચેક સમઢીયાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલીના દક્ષાબેન મુકેશભાઈ રીબડીયાએ તા.૧૮/૧૨/૨૦૨૦ના રોજ dena bank બગસરા શાખાનો ચેક આપેલ. ચેક ફરિયાદી મંડળીએ બગસરા ખાતામાં વટાવવા નાખતા તા.૧૯/૧૨/૨૦૨૦ ના પરત થતા ફરિયાદી મંડળીના વકીલ મારફત નોટિસ આપવામાં આવેલ હતી તે મળી ગયેલ હોવા છતાં મંડળીની રકમ આપેલ નહીં જેથી મંડળીના મેનેજર જયદીપભાઇ હિરપરા દ્વારા બગસરા કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરેલ. જે કેસમાં ફરિયાદી મંડળીના પેનલ એડવોકેટ ચંદ્રેશ બી. મહેતા, અશોક બી. વાળાની દલીલો માન્ય રાખી આરોપી દક્ષાબેન મુકેશભાઈ રીબડીયાને છ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.