શ્રી વિશા શ્રીમાળી વણિક સોની જ્ઞાતિ ઉત્કર્ષ ટ્રસ્ટ-અમરેલી દ્વારા મા સરસ્વતી વંદના સમારોહ તેમજ જ્ઞાતિ ભોજનનાં ગરિમામય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આવા કાર્યક્રમોથી સમાજમાં પ્રેમ, સામાજિક એકતા, સાંસ્કૃતિક વિવિધતા અને સામાજિક સંપર્કો વધુ ગાઢ બને છે જેનો સમાજને ખૂબ મોટો ફાયદો થાય છે. પ્રશંસનીય કાર્યક્રમ બદલ આયોજકોને અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.