શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજશ્રીની આજ્ઞા અને મહાપ્રભુજીના સાનિધ્યમાં તારીખ ૧૪ -૧૧-૨૫ શુક્રવારના રોજ શ્રી મહાપ્રભુજી તથા શ્રી ગોવર્ધનનાથજી પ્રભુનો અન્નકુટ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.જેના મુખ્ય મનોરથી વસંતભાઈ સોમૈયા મુંબઈ વાળા હતા. શ્રી વલ્લભકુલ પરિવારના સાનિધ્યમાં હજારો વૈષ્ણવોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ ઉત્સવમાં ગોપાલભાઇ સુરજવડી વાળા, તથા ભાનુબહેન, જગદીશભાઈ બધાએ ખુબ ભાવપૂર્વક કીર્તન કર્યા હતા.






































