અમરેલી સહિત જિલ્લામાં પાંચ શહેરોમાં કાર્યરત એવી શ્રી ભોજલરામ નાગરિક શરાફી સહકારી મંડળીની સાતમી વાર્ષિક સાધારણ સભા આગામી તા.ર૩ને રવિવારે સવારે ૯ઃ૩૦ કલાકે પટેલ વાડી, શીવાજી નગર સાવરકુંડલા મુકામે યોજાશે. આ સાધારણ સભામાં છઠ્ઠી સાધારણ સભામાં થયેલ ઠરાવ ૧થી ૪ વંચાણે લઈ બહાલી આપવા બાબતે ચર્ચા કરવામાં આવશે તેમજ તા.૩૧ માર્ચ ર૦ર૪ના રોજ પૂર્ણ થયેલ નાણાકીય વર્ષના અંતે થયેલ નફા-નુકસાન ખાતા તથા સરવૈયાના હિસાબોને મંજૂરી કરી બહાલી આપવામાં આવશે. જેથી શ્રી ભોજલરામ નાગરિક શરાફી સહકારી મંડળીની સાતમી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેવા સભાસદોને અનુરોધ કરવામાં આવ્યો છે.