દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે વિવિધ સંસ્થાઓના સંકલનથી ચાલતા છાશ કેન્દ્રમાં દૈનિક ૫૦૦ પરિવારના ૧૮૦૦ જેટલા વ્યક્તિઓને વિનામૂલ્યે છાશ વિતરણ કરાય છે. ઉનાળાનું અમૃત ગણાતી છાશ દૈનિક વહેલી સવારે ૬-૦૦ કલાક થી ૭-૦૦ કલાક દરમ્યાન ૫૦૦ જેટલા પરિવારોના ૧૮૦૦ જેટલા વ્યક્તિઓને મળી રહે તે માટે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ, શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ, અનસૂયા ક્ષુધાકેન્દ્ર ટ્રસ્ટ, પટેલ પ્રગતિ મંડળ, સિનિયર સિટીઝન ટ્રસ્ટ દામનગર સહિતની સંસ્થા અને દાતાઓ સતત કામગીરી કરી રહ્યા છે.