અમરેલીમાં આવેલ બાળ સંભાળ ગૃહમાં શ્રી ભુરખીયા મંદિર ટ્રસ્ટ દ્વારા વોશિંગ મશીન દાનમાં આપવામાં આવ્યું હતું. હાલ અહીં ૩૩ બાળકો રહે છે.
આ બાળકોને કપડા ધોવા માટે ફુલ્લી ઓટોમેટીક વોશિંગ મશીન “શ્રી ભુરખીયા મંદિર ટ્રસ્ટ” દ્વારા બાળકોની સુવિધા અને સુખાકારીમાં વધારો કરવા દાન આપવામાં આવ્યુ છે. આ દાન માટે મે.જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર.બી.ખેર, મે.જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વી.યુ.જોષી, સરકારી ચિલ્ડ્રન હોમના અધિક્ષક એસ.બી.જોષી તેમજ સંસ્થાના તમામ સ્ટાફે શ્રી ભુરખીયા મંદિર ટ્રસ્ટનો આભાર માન્યો હતો.