શ્રી દંઢાવ્ય સહસ્ત્ર છોતેર બ્રહ્મ સમાજ અમદાવાદ મહિલા પાંખ દ્વારા રાસ ગરબા (શરદોત્સવ)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્મ સમાજની મહિલાઓએ ખુબ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને રાસ ગરબા ગાઇની શરદોત્સવની ઉજવણી કરી હતી
આ અંગે માહિતી આપતા અમદાવાદ મહિલા પાંખના પ્રમુખ કુસુમબેન ત્રિવેદી,પાંખની કારોબારીના આગેવાન મમતા બેન ભટ્ટ,ઉષાબેન ઠાકરે જણાવ્યું હતું કે શ્રી દંઢાવ્ય સહસ્ત્ર છોતેર બ્રહ્મ સમાજ અમદાવાદ મહિલા પાંખ દ્વારા રાસ ગરબાનું શ્રી જે ડી વ્યાસ વિદ્યાર્થી ભવન વાડજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ રાસ ગરબામાં ડી.જેના સંગાથે સમાજની બહેનો અને યુવક યુવતિઓએ સહ પરિવાર ભાગ લીધો હતો
આ રાસ ગરબાના કાર્યક્રમ બાદ હાજર રહેલ દરેક બહેનો અને બાળકોને આકર્ષક લાણી આપવામાં આવી હતી આ ઉપરાંત સ્વરૂચિ ભોજનના દાતા અમિષાબેન શુકલ અને પ્રશાંતભાઇ શુકલ સહિત અન્ય દાતાઓનું સમ્માન કરવામાં આવ્યું હતું.
મમતાબેન ભટ્ટ સહિત કારોબારીની બહેનો દ્વારા રજુ કરવામાં આવેલો ગરબો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.મમતાબેન ભટ્ટે જણાવ્યું હતું કે મહિલા પાંખ દ્વારા દર વર્ષે શ્રી દંઢાવ્ય સહસ્ત્ર છોતેર બ્રહ્મ સમાજ અમદાવાદ મહિલા પાંખ દ્વારા રાસ ગરબા (શરદોત્સવ)નું આયોજન કરવામાં આવે છે.જેમાં સમાજની મહિલાઓ ભારે ઉત્સાહ સાથે ભાગ લે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષની જેમ બ્રહ્મસમાજ પરિવારનું નૂતન વર્ષનું સ્નેહમિલન,તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તેમજ તાજેતરમાં ૭૦ વર્ષ વટાવી ચુકેલ વડીલોના સન્માન સમારોહનું આયોજન તા.૧૦-૧૧ ૨૦૨૪ને રવિવારે બપોરે ૪ કલાકે જશુધારા સાંસ્કૃતિક ભવન શ્રી રામેશ્વર મહાદેવ મંદિર નિર્ણયનગર અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે.