શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની યુવા પાંખ, શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા રાજકોટ નજીક આવેલા પાળ ગામ ખાતે પ્રથમ શ્રી ખોડલધામ યુવા પ્રીમિયર લીગ (દ્ભરૂઁન્) ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરાયું હતું. સમાજના યુવાનોમાં સંગઠન અને કૌશલ્ય વિકાસના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી ૩૨ ટીમોએ ભાગ લીધો હતો.
નબળી શરૂઆત છતાં, ગૌરાંગ પટેલ અને નિકુંજ વાડોદરિયાની શાનદાર ભાગીદારીથી શ્રીજી ઇલેવન ટીમે ૧ વિકેટે વિજય મેળવી ચેમ્પિયનશીપ હાંસલ કરી હતી. નિકુંજ વાડોદરિયાને મેન ઓફ ધ મેચ અને ઉર્વિશ ઠુંમરને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો હતો.સૌથી પ્રેરણાદાયક બાબત એ હતી કે ચેમ્પિયન બનેલી શ્રીજી ઇલેવન ટીમના કેપ્ટન અશ્વિન શિંગાળા અને તમામ ખેલાડીઓએ વિજય બદલ મળેલ રૂ.૫૧,૦૦૦નો રોકડ પુરસ્કાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નિર્માણ કાર્યમાં અર્પણ કરવાનો સરાહનીય નિર્ણય લીધો હતો.