શ્રી કોટડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં મરીન ટાસ્ક ફોર્સની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર લીડરની કચેરી ખાતે બાળકોને મરીન કમાન્ડોની કામગીરી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને સઘન દરિયાઈ સુરક્ષા, વાવાઝોડા અને પૂરની સ્થિતિમાં પીડિત લોકોના રેસ્ક્યુની કાર્યપદ્ધતિ અને અત્યાધુનિક હથિયારોનું નિદર્શન અને તેમની કાર્યપ્રણાલી વિશે માહિતી આપવામાં આવી હતી. કચેરીમાં ફરજ બજાવતા ભાવિનભાઈ ગોહિલ, વિનોદભાઈ એન. ચાંડપા, દિનેશભાઈ ઝણકાટ, કિશોરભાઈ ડોળાસીયા, મુકેશભાઈ સોલંકી તેમજ અન્ય સ્ટાફ દ્વારા વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી.