શ્રી અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ સુરત, સંચાલિત શ્રી કે.પી. ધોળકીયા ઇન્ફોટેક મહિલા કોલેજનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.સી.એ. સેમેસ્ટર-૨ના પરિણામમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. કોલેજની ૯૩% વિદ્યાર્થિનીઓએ પ્રથમ વર્ગ મેળવી કોલેજનું નામ રોશન કર્યું છે. જેમાં પ્રથમઃ સોજીત્રા જાનવી બી. – ૯૦.૩૬%, દ્વિતીયઃ કથીરીયા આસ્થા પી. – ૮૮.૭૩%, તૃતીયઃ ટાંક જાનવી જી. – ૮૭.૮૨% ટોપ કર્યું હતું. શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ (ગર્લ્સ) અમરેલી ખાતે આવેલી આ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ તેમની મહેનત અને પ્રતિભાના દમ પર આ ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે. આ પરિણામ માટે કોલેજના સ્ટાફ, વિદ્યાર્થિનીઓ અને તેમના પરિવારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.