શ્રી કે.કે. હાઈસ્કૂલમાં તા. ૨૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન ‘નેશનલ સ્પોટ્‌ર્સ ડે’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ઉજવણીના ભાગરૂપે શાળામાં ખાસ માસ ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાયામ શિક્ષક વિપુલભાઈ દવેએ મેજર ધ્યાનચંદના રમતગમત ક્ષેત્રે યોગદાન વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત, જુદી જુદી અંગકસરતો, યોગ, સૂર્યનમસ્કાર, ખડી અને બેઠી માસ પીટીના દાવ, મનોરંજનાત્મક દાવ, કબડ્ડી અને વોલીબોલ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શાળાના વિદ્યાર્થીઓએ સાયકલ રેલી પણ યોજી હતી, જેમાં સર્વે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.