કેન્દ્રીય પશુપાલન મંત્રી પરશોતમભાઇ રૂપાલાએ નિઃશુલ્ક પશુ-પક્ષીની સારવાર ક્ષેત્રે ભારતની ટોચની સંસ્થા તેમજ ‘શ્રેષ્ઠ જીવદયા સંસ્થા’ એવોર્ડ વિજેતા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ (એનિમલ હેલ્પલાઇન-રાજકોટ) સંચાલિત શેલ્ટર/હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ તકે તેમણે અકસ્માત, અવસ્થા, બીમારી કે અન્ય કારણોસર અપંગ બનેલા ગૌ વંશ, ગાય તેમજ અન્ય પશુઓને કૃત્રિમ પગ બેસાડવાના મેગા, નિઃશુલ્ક જીવદયા પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સંસ્થા વતી એનિમલ વેલફેર બોર્ડના મેમ્બર અને સંસ્થાના પ્રમુખ મિત્તલ ખેતાણી તથા ભાજપ અગ્રણી મનીષ ભટ્ટે કેન્દ્રીય મંત્રીનું અભિવાદન કર્યું હતું. પરશોતમભાઇ રૂપાલાએ સંસ્થાના જીવદયા પ્રેમી ડોક્ટર્સ ડો. નિકુંજ પીપળીયા, ડો. દીપ સોજીત્રા અને તમામ કર્મચારીઓની ટીમને શુભકામનાઓ પાઠવી હતી.