પાકિસ્તાન સ્થિત શ્રી કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં પાકિસ્તાની માડલ સ્વાલા લાલાના ફોટોશૂટને લઈને ભારતે વાંધો ઉઠાવ્યો છે. જા કે પાકિસ્તાની માડલે વિવાદ વધતો જાઈ બપોરે જ માફી માગતા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘સોરી’નો એક ફોટો પોસ્ટ કર્યો છે. બીજી બાજુ ભારતે આ મામલે કડક વલણ અપનાવતા પાકિસ્તાનના સૌથી વરિષ્ઠ રાજદૂતને નોટિસ મોકલી છે.
વિદેશ મંત્રાલયના આધિકારિક પ્રવક્તા અરિંદમ બાગચીએ એક નિવેદનમાં કહ્યું કે ભારતે પાકિસ્તાનના રાજદૂતને જણાવ્યું છે કે આ પ્રકારની નિંદનીય ઘટનાએ ભારત અને દુનિયભરના શીખ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં અલ્પસંખ્યક સમુદાયોના ધાર્મિક સ્થળોના અપમાન અને અનાદર કરવાની આ પ્રકારની ઘટનાઓ સતત થતી રહે છે, જે આ સમુદાયની આસ્થા પ્રત્યે તેઓ કેટલું સન્માન કરે છે તે વાત સાબિત કરે છે.
લાહોરમાં રહેતી માડલ સ્વાલા લાલાએ કહ્યું કે આ કોઈ ફોટોશૂટનો ભાગ ના હતો. હું કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માગતી ન હતી. મેં જાયું કે લોકો ત્યાં ફોટો પડાવતા હતા, જેમાં કેટલાંક શીખ પણ હતા તેથી મેં ફોટો પણ પડાવ્યો. આ તસવીર પણ તે જગ્યાની નથી, જ્યાં લોકો માથું ટેકવે છે.
તેઓએ સમગ્ર શીખ સમુદાયની માફી માગીને કહ્યું કે ભવિષ્યમાં તેઓ આ વાતનું ધ્યાન રાખશે. આપત્તિજનક ફોટો ડિલીટ કરીને માડલ સ્વાલા લાલાએ કહ્યું કે તે તો કરતારપુર સાહિબની હિસ્ટ્રી અને શીખ ધર્મ અંગે જાણવા ગઈ હતી. જા આ ફોટાથી કોઈને દુઃખ થયું છે તો તે માફી માગે છે.
આ મામલે સ્ટોર મન્નત કલોથિંગ અને માડલ સ્વાલા લાલાનું કહેવું છે કે આ કોઈ ફોટોશૂટ ન હતું. જા કે મન્નત ક્લોથિંગે પછી માડલની આ તસવીર પર ૫૦% સુધી ડિસ્કાઉન્ટનું લેબલ લગાડીને તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. તો બીજાને જાઈને પણ ફોટો ખેંચાવનારી માડલનો દાવો પણ ખોટો માનવામાં આવી રહ્યો છે, કેમકે જા એવું જ હોત તો તે માથું ઢાંકીને સભ્ય રીતે ફોટો પડાવત, ન કે મોડલિંગ કરતા કરતા.