ગ્રાહક સુરક્ષા સપ્તાહ ઉજવણી અંતર્ગત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થિની બહેનોને ગ્રાહક સુરક્ષા અને ગ્રાહક જાગૃતિ અંગેનું માર્ગદર્શન ગ્રાહક સુરક્ષા મંડળ-સાવરકુંડલા દ્વારા આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ હિરાણી, પાંધી, હર્ષદભાઈ જોશી તેમજ કાનૂની શિબિરમાં એડવોકેટ કિરણબેન કાચા, શ્રદ્ધાબેન તથા રક્ષાબેન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પુષ્પગુચ્છ આપી મહેમાનોને આવકારવામાં આવ્યા હતા.