તાજેતરમાં જ રાજયના શિક્ષણ બાર્ડ દ્વારા વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર કરવામાં આવ્યું હતુ. ત્યારે અમરેલીની શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત શ્રી એમ. વી. પટેલ કન્યા વિદ્યાલય અમરેલીનું ધોરણ -૧ર સામાન્ય પ્રવાહનું ૧૦૦ ટકા પરિણામ આવેલ છે. આ શાળાની એ-ર ૧ર વિદ્યાર્થીનીઓ છે, તેણીએ ૯૮.૯૭ પીઆર મેળવેલ છે. જે બદલ સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ સંઘાણી તથા સંસ્થાના આચાર્ય અરૂણાબેન એમ. માલાણીએ વિદ્યાર્થી બહેનોને તથા શાળા સ્ટાફને અભિનંદન પાઠવેલ છે.