૨૦૨૬ ટી ૨૦ વર્લ્ડ કપ આવતીકાલે (૭ ફેબ્રુઆરી) થી શરૂ થશે. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં પાકિસ્તાનની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. હકીકતમાં, ભારત વિરૂધ્ધ પાકિસ્તાન મેચ ૧૫ ફેબ્રુઆરીએ યોજાવાની છે. પરંતુ પાકિસ્તાને મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે હવે કાર્યવાહી કરી છે. જા આ વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ નહીં યોજાય, તો તે શ્રીલંકાને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. પરિણામે, શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનને એક પત્ર લખ્યો છે, જેમાં ૨૦૦૯ ના આતંકવાદી હુમલાનો પણ ઉલ્લેખ છે.
તેના બે પાનાના પત્રમાં, એસએલસીએ પીસીબીને શ્રીલંકાના ભૂતકાળના મુશ્કેલ સમયમાં પાકિસ્તાનને આપેલા સમર્થનની યાદ અપાવી અને બોર્ડને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જા મેચ યોજના મુજબ આગળ નહીં વધે, તો તે શ્રીલંકાને નોંધપાત્ર નાણાકીય, લોજિસ્કટલ અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “અમે રેકોર્ડ પર મૂકવા માંગીએ છીએ કે શ્રીલંકા આઇસીસી મેન્સ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ની આતુરતાથી રાહ જાઈ રહ્યું છે, ખાસ કરીને શ્રીલંકાને સોંપાયેલ મેચોના યજમાન સ્થળ તરીકે. આ મેચોને લગતી તમામ વ્યાપારી, ઓપરેશનલ, લોજિસ્તિકલ  અને સુરક્ષા વ્યવસ્થા પહેલાથી જ પૂર્ણ થઈ ગઈ છે, જેમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચની ટિકિટનું વેચાણ પણ સામેલ છે.” પત્રમાં વધુમાં જણાવાયું છે કે ચાહકોએ ભારત-પાકિસ્તાન મેચ માટે ટિકિટ ખરીદવામાં ખૂબ રસ દાખવ્યો છે, પરંતુ જા પાકિસ્તાન નહીં રમે તો તેનાથી નોંધપાત્ર નુકસાન થશે.
શ્રીલંકાએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે આ મોટી મેચનું આયોજન ન કરવાથી પ્રતિકૂળ પરિણામો આવશે. શ્રીલંકાને આર્થિક અને પર્યટન આવકનું નુકસાન થશે. શ્રીલંકાએ પાકિસ્તાનને ૨૦૦૯ માં શ્રીલંકાના ખેલાડીઓ પર થયેલા આતંકવાદી હુમલાની પણ યાદ અપાવી, જ્યારે તેઓ પડકારજનક અને સંવેદનશીલ પરિસ્થિતિ ઓ છતાં પાકિસ્તાનનો પ્રવાસ કરી રહ્યા હતા. શ્રીલંકાએ જણાવ્યું હતું કે જ્યારે અન્ય ક્રિકેટ ટીમો પાકિસ્તાન આવી રહી ન હતી ત્યારે બંને બોર્ડ વચ્ચેના પરસ્પર આદરને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રીલંકા ક્રિકેટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ભારત સામે મેચ ન રમવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે.