આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકામાં સરકારે એક સપ્તાહ સુધી સરકારી ઓફિસોને બંધ કરવાની જાહેરાત કરી છે. જાણકારી અનુસાર, દ્વીપીય દેશમાં ઇંધણની તંગી અને સંકટ વધુ ઘેરાયુ છે, જેના કારણે સરકારને આ ફેંસલો લેવો પડ્યો છે.
વીજળી પુરવઠાની સમસ્યાની પૃષ્ઠભૂમિમાં શ્રીલંકાના શિક્ષણ મંત્રાલયે કોલંબો શહેરમાં તમામ સરકારી અને સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રાઇવેટ સ્કૂલોના શિક્ષકોને કહ્યું છે કે, તે આગામી અઠવાડિયા સુધી ઓનલાઇન કલાસીસ શરૂ કરે, એટલે હાલ સ્કૂલો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
દેશમાં હાલ ઇંધણની માત્રા ઝડપથી ઓછી થઇ રહી છે, જેના કારણે શ્રીલંકા પર પોતાની આયાત માટે વિદેશી મુદ્રાથી ચૂકવણી કરવાનુ દબાણ છે, જેના કારણે દેશની અર્થવ્યવસ્થા અટકીને ઉભી થઇ ગઇ છે. લોક પ્રશાસન અને આંતરિક મામલાના મંત્રલાય દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા સર્ક્‌યૂલર અનુસરા, ઇંધણ પુરવઠાની પાબંદીઓ, ખરાબ સાર્વજનિક પરિવહન પ્રણાસી અને ખાનગી વાહનોના ઉપયોગમાં આવનારી સમસ્યાઓની ધ્યાનામાં રાખતા આ સર્ક્‌યૂલર સોમવારે ન્યૂનત્તમ કર્મચારીઓની સાથે કામ કરવાની અનુમતિ આપે છે. સર્ક્‌યૂલર અનુસાર જાકે સ્વાસ્થ્યના ક્ષેતર્માં કામ કરનારા તમામ કર્મચારી કામ ચાલુ રહેશે.
આર્થિક સંકટના કારણે શ્રીલંકામાં ખાદ્ય વસ્તુઓ, દવા, રસોઇ ગેસ, ઇંધણ અને ટાયલેય પેપર જેવી આવશ્યક વસ્તુઓની ભારે કમી થઇ છે. પેટ્રાલ-ડીઝલ અને રસોઇ ગેસ ખરીદવા માટે લોકોને દુકાનોની બહાર કલાક સુધી લાઇનોમાં ઉભા રહેવુ પડે છે.