શ્રીલંકા આઝાદી પછી તેની સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. દેશ ખોરાક, બળતણ અને દવાઓ સહિત આવશ્યક ચીજાની આયાત કરવા માટે ડોલરની તંગીથી ઝઝુમી રહ્યું છે. રાષ્ટ્રની ૨૨ મિલિયન વસ્તી જીવનાવશ્યક વસ્તુની તીવ્ર અછત અનુભવી રહી છે અને લાંબી કતારો સહન કરી રહી છે.રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે આવી પરિસ્થિતિમાં પણ રાજીનામુ આપવાનો ઇનકાર કર્યો છે.
શ્રીલંકાએ પેટ્રોલ પંપ્ની સુરક્ષા માટે સશ† પોલીસ અને સૈનિકો તૈનાત કયર્િ છે. રેશનવાળા પેટ્રોલ અને ડીઝલના વિતરણને લઈને ઘણી વાર અથડામણ ફાટી નીકળે છે. ગરીબ રાષ્ટ્રમાં લોકોની અવરજવર ઘટાડી ઘટતા ઇંધણના સ્ટોકને બચાવવા માટે સરકારે રાજ્યની સંસ્થાઓ અને શાળાઓને બે સપ્તાહ માટે બંધ કરવાની જાહેરાત કરી છે. શ્રીલંકા રેકોર્ડ ઉંચો ફુગાવો અને લાંબા સમય સુધી પાવર બ્લેકઆઉટનો પણ સામનો કરી રહ્યો છે. આ બધાએ સરકારના વિરોધમાં ફાળો આપ્યો છે.
શ્રીલંકામાં ભયાનક માનવતાવાદી કટોકટી વ્યાપી છે. પાંચમાંથી ચાર લોકોએ ભોજન છોડવાનું શરૂ કર્યું છે કારણ કે તેઓને ખાવાનું પોસાય તેમ નથી.શ્રીલંકાએ એપ્રિલમાં તેના ૫૧ બિલિયનનું વિદેશી દેવું ડિફોલ્ટ કર્યું હતું અને તે બેલઆઉટ માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે વાતચીત કરી રહ્યું છે.