શ્રીલંકાના નૌકાદળે આઠ ભારતીય માછીમારી જહાજા જપ્ત કર્યા હતા અને ગેરકાયદેસર શિકારના આરોપમાં ૫૫ માછીમારોની ધરપકડ કરી હતી.શ્રીલંકાની સરકારી એજન્સીઓએ જણાવ્યું હતું કે ઉત્તરી નૌકા કમાન્ડ સાથે જાડાયેલા ૪થા ફાસ્ટ એટેક ક્રાફ્ટ ફ્લોટિલાના ઝડપી હુમલો ક્રાફ્ટે છ ટ્રોલર્સને કબજે કર્યા હતા અને ૪૩ માછીમારોની ધરપકડ કરી હતી, જેઓ તમિલનાડુના રામેશ્વરમ, ડેલ્ફ્ટ ટાપુ (નેદુન્થીવુ), જાફનાના દક્ષિણ-પૂર્વમાં હતા. તેમણે કહ્યું કે ઝડપી એન્ટિજેન પરીક્ષણ બાદ માછીમારોને કાયદાકીય કાર્યવાહી માટે સંબંધિત અધિકારીઓને સોંપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર નેવી શ્રીલંકાના જળસીમામાં ગેરકાયદે માછીમારીને રોકવા માટે નિયમિત પેટ્રોલિંગ કરે છે. દિવસ દરમિયાન, નેવીએ ૧૨ માછીમારોની ધરપકડ કરી હતી બે ટ્રોલર્સ જપ્ત કર્યા હતા. રામેશ્વરમમાં માછીમારો દ્વારા પ્રાપ્ત અહેવાલો મુજબ, ૧૨ માછીમારોને શ્રીલંકાના નૌકાદળના કેમ્પમાં લઈ જવામાં આવ્યા હતા. ચેન્નાઈમાં માછીમારી વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તે સ્પષ્ટ નથી કે તેમની ધરપકડ કરવામાં આવશે કે ચેતવણી આપીને છોડી દેવામાં આવશે.
“કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તાત્કાલિક દરમિયાનગીરી કરવી જાઈએ અને તમામ માછીમારોની સુરક્ષા કરવી જાઈએ અને ટ્રોલર્સને પાછા લાવવા જાઈએ,જા આવુ ના બને તો દરિયા કેડાની મનાઇ કરી છે માછીમારોના જેસુ રાજાએ જણાવ્યું હતું.