પાકિસ્તાનના પંજોબ પ્રાંતમાં એક કપડાની ફેકટરીના શ્રીલંકન મેનેજરને ટોળાએ ધાર્મિક અપમાનનો આરોપ મુકીને જીવતો સળગાવી દીધાની ઘટનાના આખી દુનિયામાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
હવે પાક સરકાર પોતાની ઇમેજ સુધારવા માટે ધમપછાડા કરી રહી છે.જેના ભાગરુપે ૮૦૦ લોકો સામે આતંકવાદ હેઠળ પોલીસે કેસ નોંધ્યો છે.જ્યારે ૧૧૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે.જેમાં ૧૩ લોકો શ્રીલંકાના નાગરિકની હત્યામાં સીધી રીતે સામેલ હોવાની પોલીસને શંકા છે.
દરમિયાન શ્રીલંકન નાગરિકની પત્નીએ પણ ઈમરાન ખાન સરકાર પાસે ન્યાયની માંગણી કરી છે.જ્યારે શ્રીલંકાએ પણ પાકિસ્તાન સરકારને બીજો શ્રીલંકન નાગરિકોની સુરક્ષા વધારવા માટે અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે,કપડાની ફેકટરીના મેનેજર પ્રિયંતા કુમારાએ પાકિસ્તાનના સંગઠન તહરીકે એ લબ્બૈકના એક પોસ્ટરને ફાડી નાંખ્યુ હતુ. જેના પર કુરાનની આયાતો લખેલી હતી.એ પછી પોસ્ટરને કચરા પેટીમાં ફેકી દીધુ હતુ.કેટલાક કર્મચારીઓએ પ્રિંયતા કુમારાને પોસ્ટર હટાવતા જોયા હતા અને તેમણે ફેકટરીમાં આ વાતની જોણ કરતા જ વાત ફેલાઈ ગઈ હતી અને ફેકટરીની આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા.ટોળાએ મેનેજરને સળગાવી દેવાનુ રાક્ષસી કૃત્ય કર્યુ હતુ.