પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનેસ્કોના ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર’માં શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રનો સમાવેશ થવા પર ખુશી વ્યક્ત કરી. તેમણે તેને દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ ગણાવી. હકીકતમાં, શુક્રવારે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘x’ દ્વારા માહિતી આપી હતી કે ‘ગીતા’ અને ‘નાટ્યશાસ્ત્ર’ ને યુનેસ્કોના ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર’માં સમાવવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રી શેખાવતની આ પોસ્ટનો જવાબ આપતા પીએમ મોદીએ લખ્યું, ‘દુનિયાભરના દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ.’ યુનેસ્કોના ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્ય શાસ્ત્રનો સમાવેશ એ આપણા શાશ્વત જ્ઞાન અને સમૃદ્ધ
સંસ્કૃતિની વૈશ્વીક માન્યતા છે. ગીતા અને નાટ્ય શાસ્ત્રે સદીઓથી સભ્યતા અને ચેતનાનું પોષણ કર્યું છે. તેમની આંતરદૃષ્ટિ વિશ્વને પ્રેરણા આપે છે. યુનેસ્કોના મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્યશાસ્ત્રનો સમાવેશ એ આપણા કાલાતીત શાણપણ અને સમૃદ્ધ સંસ્કૃતિની વૈશ્વીક માન્યતા છે.
આ પહેલા, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર લખ્યું હતું કે, ‘ભારતના સભ્યતા વારસા માટે એક ઐતિહાસિક ક્ષણ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રનો હવે યુનેસ્કોના ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ વૈશ્વીક સન્માન ભારતના શાશ્વત શાણપણ અને કલાત્મક પ્રતિભાની ઉજવણી કરે છે.
તેમણે આગળ લખ્યું કે આ કાલાતીત કૃતિઓ ફક્ત સાહિત્યીક ખજાનાથી વધુ છે, તે દાર્શનિક અને સૌંદર્યલક્ષી સ્તંભો છે જેણે ભારતના વિશ્વ દૃષ્ટિકોણ અને આપણે જે રીતે વિચારીએ છીએ, અનુભવીએ છીએ, જીવીએ છીએ અને વ્યક્ત કરીએ છીએ તેને આકાર આપ્યો છે. આ સાથે, હવે આપણા દેશના ૧૪ રેકોર્ડ આ આંતરરાષ્ટ્રીય રજિસ્ટરમાં સામેલ થયા છે.શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર હવે યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં અંકિત છે. આ વૈશ્વીક સન્માન ભારતના શાશ્વત શાણપણ અને કલાત્મક પ્રતિભાની ઉજવણી કરે છે.
‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર’ એ યુનેસ્કો દ્વારા શરૂ કરાયેલ એક કાર્યક્રમ છે, જેનો ઉદ્દેશ્ય વિશ્વભરના મહત્વપૂર્ણ દસ્તાવેજી વારસાને સાચવવાનો છે. આ સાથે, તે લોકો માટે સરળતાથી સુલભ હોવું જોઈએ. આ કાર્યક્રમ ૧૯૯૨ માં શરૂ થયો હતો.
સાંસ્કૃતિક અને કુદરતી વારસાનું સન્માન અને જાળવણી કરવા માટે દર વર્ષે ૧૮ એપ્રિલે ‘વિશ્વ વારસા દિવસ’ ઉજવવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ કન્વેન્શન એ યુનેસ્કો દ્વારા ૧૯૭૨માં હસ્તાક્ષર કરાયેલ એક આંતરરાષ્ટ્રીય કરાર છે. મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને કુદરતી સ્થળોના રક્ષણ માટે વિશ્વભરના દેશો દ્વારા વર્લ્ડ હેરિટેજ કન્વેન્શન અપનાવવામાં આવ્યું હતું.








































