અમરેલીની શ્રીમતી સી. વી. ગજેરા ફાર્મસી મહિલા કોલેજની વિદ્યાર્થિની ત્રવાડી ઉમ્મેહાની એમ. એ GTU B.Pharm સેમેસ્ટર-I પરીક્ષામાં ૯.૫૯ SPI સાથે GTU ટોપટેનમાં બીજું સ્થાન મેળવ્યું છે. આ સિદ્ધિ બદલ કોલેજ પરિવાર તરફથી વિદ્યાર્થિનીને અભિનંદન આપવામાં આવ્યા હતા. આ કોલેજ શ્રી અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ (સુરત) દ્વારા સંચાલિત છે અને અમરેલીના ચક્કરગઢ રોડ પર આવેલી છે.