વિદ્યાર્થીઓને ઓપરેશન વિજય વિશે માહિતી આપવામાં આવી

શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ અને શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્કૂલ તથા જ્ઞાન શક્તિ રેસિડેન્સ સ્કૂલ ઓફ એક્સેલેન્સ ખાતે આજે કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ઓપરેશન વિજય વિશે માહિતી આપવામાં આવી હતી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્કૂલ પરિસરમાં કારગીલ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું. ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી વિદ્યાર્થીઓને કારગીલ યુદ્ધ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. શહીદોની યાદમાં સ્કૂલ પરિસરમાં
વૃક્ષારોપણ કરીને કારગીલ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. આ ગાર્ડન શહીદોને શ્રદ્ધાંજલિનું પ્રતીક બનશે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય અને રાષ્ટ્ર માટે બાળકો સમાજને ઉપયોગી થાય અને એક શ્રેષ્ઠ નાગરિક બને તે માટે સંસ્થા હંમેશા કટિબદ્ધ છે.