શ્રી અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ (સુરત) સંચાલિત શ્રીમતી ડી.એચ. કાબરીયા આટ્ર્સ મહિલા કોલેજે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી B.A. (Psychology) સેમેસ્ટર ફૈંની પરીક્ષામાં ૧૦૦% પરિણામ મેળવી, ૧૦૦% ફર્સ્ટ ક્લાસ સાથે ભવ્ય સફળતા હાંસલ કરી છે. કોલેજની વિદ્યાર્થિનીઓ નારીગ્રા બંસરી એ. ૯૩.૮૬% ગુણ સાથે પ્રથમ, જમોડ જયા એલ. ૯૧.૭૧% ગુણ સાથે દ્વિતીય અને ગજેરા ગ્રીષ્ના આર. ૯૦.૮૬% ગુણ સાથે
તૃતીય સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે. આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ સંકુલ પરિવાર તરફથી સ્ટાફ, વિદ્યાર્થીઓ અને રેન્કર્સને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.










































