શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ અને શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્કૂલના વિદ્યાર્થીઓને હેપેટાઇટિસ વિશે જાગૃત કરવાના ઉદ્દેશથી શાંતાબા જનરલ હોસ્પિટલ દ્વારા વિદ્યાર્થીઓને હેપેટાઇટિસ વાયરસના લક્ષણો શું હોય છે અને કેવી રીતે ફેલાય છે તેમજ તેના ઈલાજ વિશે માહિતી આપી. દર વર્ષે ૨૮ જુલાઈના રોજ વિશ્વ હેપેટાઇટિસ દિવસ ઉજવવામાં આવે છે. લીવરને લગતા હેપેટાઈટિસ રોગ વિશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશથી હેપેટાઇટિસ ડેની ઉજવણી કરવામાં આવે છે.