શ્રી અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ (સુરત) સંચાલિત શ્રીમતી એસ.એચ. ગજેરા એમ.બી.એ. મહિલા
કોલેજે જીટીયુ ટોપટેનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ કોલેજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ (ગર્લ્સ), ચક્કરગઢ રોડ, અમરેલી ખાતે આવેલી છે. પરમાર ક્રિષ્ના જે. ૯.૪૫ એસપીઆઈ સાથે કોલેજમાં પ્રથમ ક્રમે છે, જ્યારે ટીંબલીયા માત્રી વાય. ૯.૨૭ એસપીઆઈ સાથે બીજા અને પેઢડીયા ધ્રુવી એમ. ૯.૧૮ એસપીઆઈ સાથે ત્રીજા ક્રમે છે. આ સિદ્ધિ બદલ કોલેજ પરિવારે સ્ટાફ, વિદ્યાર્થીઓ અને રેન્કર્સને અભિનંદન પાઠવ્યા છે.