શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા કાલેજમાં શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કાલેજના તમામ શિક્ષકો અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કુમારી મીરાબેન ધાખડાએ પ્રિન્સિપાલ અને કુમારી રવિનાબેન પ્રજાપતિએ વાઇસ પ્રિન્સિપાલની ભૂમિકા નિભાવી હતી. તેમણે વર્ગ વ્યવસ્થા સુંદર રીતે ગોઠવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓએ પ્રાધ્યાપક તરીકેના તેમના અનુભવોનું વર્ણન કર્યું હતું. કાલેજના સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ, કેમ્પસ ડાયરેક્ટર ડા. જીજ્ઞેશભાઈ વાજા અને પ્રિન્સિપાલ ડા. રીટાબેન રાવળે તમામ અધ્યાપકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તમામ અધ્યાપકોએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.