અમરેલીની શિક્ષણ અને સંસ્કાર માટે સુવિદિત શ્રીજી વિદ્યાર્થી ભુવન સંસ્થાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ ૧૦ અને ૧૨નું ઉત્કૃષ્ટ ૧૦૦% પરિણામ પ્રાપ્ત કરીને પોતાની શૈક્ષણિક શ્રેષ્ઠતા જાળવી રાખી છે.
શ્રીજી વિદ્યાર્થી ભુવન અમરેલીની એકમાત્ર એવી સંસ્થા છે જ્યાં ૧૦૦% છાત્રાલય વાસ ફરજિયાત છે. આ વ્યવસ્થા ગ્રામ્ય વિસ્તારના બાળકોને ગુરુકુળ પદ્ધતિનું શિક્ષણ અને સંસ્કારયુક્ત જીવન ઘડતર પૂરું પાડે છે. આજના યુગમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે, ત્યારે વાલીઓ પોતાના બાળકોને સંસ્કારી અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપતી સંસ્થાઓની શોધમાં હોય છે, અને શ્રીજી વિદ્યાર્થી ભુવન આ ચિંતાનું નિરાકરણ લાવે છે. સંસ્થામાં બાળકોના વ્યક્તિત્વ વિકાસ અને સુષુપ્ત શક્તિઓના વિકાસની સાથે ઉત્તમ શિક્ષણ પૂરું પાડવાનો સતત પ્રયાસ કરવામાં આવે છે. અહીં ધોરણ ૪ થી ૧૨ (કોમર્સ સુધી)નું શિક્ષણ આપવામાં આવે છે અને એક ઉત્તમ શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ થયેલું છે. સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચાલુ વર્ષે મર્યાદિત પ્રવેશ આપી શકાય તેમ હોવાથી, પોતાના બાળક માટે વહેલી તકે નામ નોંધણી કરાવી લેવા વિનંતી છે. હાલ ધોરણ ૪ થી ૧૨ માં પ્રવેશ આપવાનું શરૂ છે, તેથી સંસ્થાની અવશ્ય મુલાકાત લેવા અપીલ કરવામાં આવી છે.










































