અમરેલીમાં શ્રીજી વિદ્યાર્થી ભુવન ખાતે ગણેશ મહોત્સ્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપદંડક કૌશિકભાઈ વેકરિયાએ આ ભુવનની શુભેચ્છા મુલાકાત લઇને ગણપતિજીના દર્શન કર્યા હતા. તેમની સાથે શહેરના ભાજપનાં આગેવાનો ભાવેશભાઈ સોઢા, મુકુંદભાઈ મહેતા જોડાયા હતા.