ધોરણ ૪થી ૧૨ના વિદ્યાર્થીઓએ આ પ્રસંગે સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું

શ્રીજી વિદ્યાર્થી ભુવન – સરસ્વતી વિદ્યાલયમાં આજે કારગીલ વિજય દિનની ઉજવણી અત્યંત ઉત્સાહ અને દેશભક્તિની ભાવના સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા દીપ પ્રગટાવવામાં આવ્યો હતો. શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં ધોરણ ૪થી ૧૨ના વિદ્યાર્થીઓએ આ પ્રસંગે સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સંસ્થાના સંચાલક દીપકભાઈ વઘાસીયા અને વિલાસબેન વઘાસીયાએ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સાથે મળીને દેશના પનોતા પુત્રોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જાગૃત થઈ હતી અને તેમને શહીદોના બલિદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.