૧૩મી ડિસેમ્બરે રવિ યોગ અને મહાસિદ્ધયોગનો સંયોગ છે, સાથે જ તે મંત્રોનું પણ વિશેષ મહાત્મય છે, જેમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વનાથ ધામનું ઉદ્‌ઘાટન કરશે.

જાકે પૂજા વિધિ સવારથી જ શરૂ થશે, પરંતુ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ તમામ પીઠ, મઠો, અખાડાઓના સંતોની હાજરીમાં પીએમ નરેન્દ્ર મોદીએ નદીઓના પાણી સાથે કાશી વિશ્વનાથ ધામના ઉદ્‌ઘાટનની પૂજા કરી રહ્યા હશે. જેમાંથી કેટલાક વિશેષ મંત્રો આપને પણ સાભળવા મળશે. વેદ અને પુરાણોમાં પણ આ મંત્રોની શક્તિનો ઉલ્લેખ છે. આ મંત્રો અર્થર્વશીર્ષ અને શિવસૂક્તના હશે.

કાશી વિદ્યા પરિષદની દેખરેખ હેઠળ સમગ્ર પૂજા કરવામાં આવશે, તે પરિષદના મહાસચિવ અને BHU ધર્મ વિજ્ઞાનના પ્રોફેસર, ડા. રામનારાયણ દ્વિવેદીએ જણાવ્યું હતું કે પ્રથમ પૂજનીય ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે, અથર્વશીર્ષના મંત્રો છે. તેના દ્વારા ગણપતિની પ્રાર્થના કરવામાં આવે છે જેથી તેઓ પોતાના ભક્તોનું સંકટ દૂર કરે.

એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ અથર્વશીર્ષ સ્તોત્રનો પાઠ કરે છે, તેના માર્ગમાંથી તમામ અવરોધો દૂર થાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. એટલે કે કાશીમાં શિવના ધામના ઉદ્‌ઘાટનમાં પીએમ મોદી સૌથી પહેલા તેમના પુત્ર ગણેશની પૂજા કરશે.