શ્રીઅન્ના એટલે કે જે ધાન્યનો દાણો ગોળ અને નાનો છે તેને અંગ્રેજીમાં સ્ૈઙ્મઙ્મીં કહેવામાં આવે છે અને પચવામાં હલકા હોવાથી ગુજરાતી ભાષામાં હલકા ધાન્યો પણ કહેવામાં આવે છે આ તમામ ઘાસવર્ગના હોવાથી તૃણધાન્ય પણ કહેવામાં આવે છે. આ ગ્રુપમાં એક કરતા વધારે પાકોનો સમૂહ હોવાથી ધાન્યો (Millets) કહેવામાં આવે છે. જેમાં બાજરો (Pearl Millet), જુવાર (Srogum Millet), રાગી કે નાગલી (Finger Millet), વરી કે મોરિયો (Little Millet), કોદરા (Kodo Millet) બંટી કે સામો (Barnyard Millet), ચીણો (Proso Millet), કાંગ (Foxtail Millet) અને લીલી કંગની (Brown top millet) વિગેરેને સમાવેશ થાય છે. આ ઉજવણી ભારતનો ખાદ્ય અને પોષણ સુરક્ષા પ્રાપ્ત કરવા તરફ દોરશે. ઉપરાંત ભારતના પોષક આનાજનો આાંતરરાષ્ટ્રીય ઓળખાણ મળે અને ભારત પોષક આનાજને વૌશ્વિક હબ બનશે. પોષક આનાજ મોટા ભાગે ઓર્ગેનિક તેમજ ખેતી કરવામાં સહેલા અને ઉચ્ચ પોષણમુલ્ય ધરાવતા હોઈ ‘સ્માર્ટફૂડ’ તરીકો ઓળખાય છે. સમગ્ર વિશ્વ એક એવા તબકકામા પ્રવેશ કરે છે, જ્યાં વાતાવરણ પરિવર્તનની સાથે બદલાતી ભોજન વ્યવસ્થામા પોષક આનાજના ઉપયોગનુ વલણ પણ વધે છે પોષક આનાર્જો વિષે જાગૃકતા લાવી લોક ચળવળ દ્વારા તેના ઉત્પાદન અને ઉપયોગમાં વધારો કરવો એ જ આા ઉજવણીનો મુખ્ય ઉદેશ છે. શ્રીઅન્ના નું મહત્વ વિષય વાત કરીયે તો પહેલાના સમયમાં આપણા પૂર્વજો શ્રીઅન્નાનો ઉપયોગ બોહળા પ્રમાણમાં કરતા હતા. શ્રીઅન્ના ભારતમાં શહેરો કરતા ગામડામાં વધારે ખવાય છે. ગુજરાતમાં બાજરાના રોટલા બનાવવામાં આવે છે. પણ આજના સમયમાં શહેરી ક્ષેત્રોમાં બાજરાના રોટલા ખુબ ભાગ્યે જ બનતા હશે. શ્રીઅન્નામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આર્યન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક જરૂરી તત્વો મળી આવે છે, જે શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે. પોષક આનાજ ગ્રાહક, ખેડૂત અને આાબોહવા માટે મહત્વના છે. તે ગ્રાહકો માટે સંતુલિત પોષણનો સમૃદ્ધ સ્રોત છે. તે ખેડૂતો અને આપણા પર્યાવરણને લાભ આપે છે, કારણ કે તેને ઓછા પાણીની જરૂર હોય છે. અને ખેતીની કુદરતી રીતો સાથે સુસંગત છે. તે વિવિધ પ્રકારની જમીન અને આબોહવામાં ઉગાડી શકાય છે. તેથી ખેડુતો માટે વૈવિધ્યસભર પાક વિકલ્પ બને છે. જમીન પર અને આાપણા ભોજનમાં વિવિધતાની જરૂર છે. જો ખેતી મોનોકલ્ચર બની જાય, તો તે આાપણાં અને આાપણી જમીનાનાં સ્વાસ્થ્યને અસર કરે છે. ક્રુષિ અને આાહારની વિવિધતા વધારવા માટે પોષક આનાજ એક સારો માર્ગ છે. આપણા ગુજરાત રાજ્યમા જે ત્રણ પોષક અનાજ (શ્રીઅન્ના) છે જેમકે બાજરા, જુવાર અને રાગી જે આપણે વાધારે ઉપયોગ કરિયે છે તો તેનુ માનવ સ્વાસ્થ અને અરોગ્ય માટે શુ મહત્વ છે એના વિષય ઉપર મહિતિ આપો. તો પહેલું છે શ્રીઅન્ના એટ્‌લે પોષક અનાજ બાજરાનું માનવ સ્વાસ્થ અને અરોગ્ય માટે મહત્વ સૌપ્રથમ આપળે વાત કરીયે તો બાજરી એક સુપર ફૂડ કહી શકાય તેઃ • પાચનતંત્ર તથા કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરે છેઃ બાજરામાં ભરપૂર પ્રમાણમાં ડાયટ્રી ફાયબર જોવા મળે છે, જેને લીધે સરળતાથી તેનું પાચન થઇ શકે છે જેથી તે માનવ શરીરના પાચનને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. પેટની સમસ્યાઓ જેવી કે, કબજિયાત અને ગેસ હોય તો બાજરો આનો એક સારો ઉકેલ સાબીત થઇ શકે છે.
• તે કોલોસ્ટ્રોલ અને સુગરને ઘટાડે છે. તેમાં રહેલું નિયાસિન નામનું વિટામિન કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. જેનાથી હાર્ટ સંબંધી બીમારીઓ થવાનો ખતરો ઘટે છે. તેમાં રહેલું પોટેશિયમ અને મેગ્નેશિયમ બીપીને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.
• વજન ઘટાડવામાં મદદ કરે છે, બાજરામાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે જેનાથી પેટ ભરેલું-ભરેલું લાગે છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જેને લીધે વજનને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. બાજરામાં ફાઈબર હોવાથી તે પાચનમાં સમય લાગે છે. જેના કારણે વારંવાર ભુખ લાગતી નથી. ફિનોલિક કમ્પાઉન્ડ બાજરીમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે અને ખાસ કરીને ફેરીલિક એસિડ અને કેટેચિન જોવા મળે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
• બાજરામાં રહેલાં પોષક તત્વો ડાયાબિટીસના પ્રભાવને રોકે છે કારણ કે તે લોહીમાં શુગરની માત્રાને કંટ્રોલ કરવામાં મદદગાર થાય છે.
• ગર્ભવતી મહિલાઓ માટે બાજરો ખુબ જ ફાયદેમંદ રહે છે. બાજરાની ખીચડી કે રોટલા ખાવાથી મહિલાના શરીરમાં આયર્ન અને કેલ્શિયમની ખામી દૂર થઇ જાય છે.
બાજરાના મૂલ્યવર્ધનથી આપણે વિશિષ્ઠ વાનગીઓ બનાવી શકીએ છે સ્વાસ્થ અને અરોગ્ય માટે ઉત્મમ્‌ હોય
• બાજરાનો લોટ થી પોષક લાડુ • બાજરાનાં લોટ થી તૈયાર સ્વાદીષ્ટ સેવ • લીલા લસણ મેથી બાજરા ના ઢેબરા • મેથી બાજરા પૂરી • બાજરા ના વડા • બાજરા ના ખાખરા • બાજરા ના લોટ ની રાબ • લસૂની બાજરા કઢી
હવે વાત કરીયે જુવારની એ વિશ્વના ખાદ્ય બજારમાં બહુ લોકપ્રિય અનાજ નથી. તે જવ, ચોખા, ઘઉં અને મકાઈ પછી સૌથી વધુ ઉત્પાદિત અનાજમાં પાંચમા ક્રમે છે. પરંતુ, આ અનાજ અમુક આહારમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે અન્ય ઘણા નામોથી પણ ઓળખાય છે જેમ કે ગ્રેટ મિલેટ, ઈન્ડિયન મિલેટ વગેરે. જુવારના ખાસ ગુણઘર્મો એને તેના ફાયદાઓ જાણો
• જુવારની તાસીર ઠંડી હોય છે, એટલા માટે તેનું સેવન ગરમીઓમાં વધુ કરવામાં આવે છે
• શિયાળામાં જુવારના રોટલા નહીવત ખાવામાં આવતા હોય છે, પરંતુ ડાયટ કરતા લોકોએ જુવાર શિયાળામાં પણ ખાવી જોઈએ • જુવારમાં પોટેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ અને આયરન હોય છે. • જુવાર આપણા હાડકા અને દાંતને મજબૂત બનાવી રાખે છે. • જુવારના લોટમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે.. તેની વિશિષ્ટ વિશેષતાઓને લીધે, તે વધુ લોકપ્રિય છે જેમ કે તે ગ્લૂટેન રહિત અને નોન એલર્જિક હોય છે. જેઓ સેલિયાક રોગથી પીડિત છે, તેઓ જુવારનો ઉપયોગ ગ્લુટેન મુક્ત અનાજ તરીકે કરે છે. • જુવારના દાણાની રાખ બનાવીને મંજન કરવાથી દાંત હલવાનું, તેમાં દર્દ થવાનું બંધ તઈ જાય છે. સાથ જ પેઢાનો સોજો પણ સમાપ્ત થઈ જાય છે. • જુવાર બવાસીર અને ઘાવોમાં લાભદાયક સાબિત થાય છે. • જુવાર વિટામીન બી-કોમ્પલેક્સનો સારો સોર્સ છે.
• શાકાહારી લોકો માટે જુવારનો લોટ પ્રોટીનનો સારો સોર્સ છે.
જુવાર અકે અભ્યાસ પ્રમાણે ખાસ પ્રકારના કેન્સરના ખતરા સામે લડવામાં મદદરુપ છે.
• જુવારના મૂલ્યવર્ધન કેવી રીતે થઇ શકે જેથી સ્વાસ્થ અને અરોગ્યની જાળવણી થાઇ શકે
• જુવાર ઉપમા • જુવારનાં પેંડા • જુવારનો પોંક • જુવારનો લોટથી તૈયાર લાડુ • જુવાર ના થેપલા
રાગી, અનાજનો એક પ્રકાર છે. જે જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. નિષ્ણાતોએ શોધી કાઢ્યું છે કે
• રાગીના સેવનથી રોગપ્રતિકારક શક્તિ અને સ્વસ્થ હૃદય અને આંતરિક શક્તિઓનો સંચાર થાય છે. એટલું જ નહીં, રાગી દ્વારા વજન ઓછું કરવું અને બ્લડ સુગર લેવલને સંતુલિત રાખવું પણ સરળ બને છે. • આ ઉપરાંત, તે તમારી જ્ઞાનાત્મક કુશળતાને પણ સુધારે છે. • રાગીને ગુણધર્મો અને પોષક તત્વોના ભંડાર તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાંથી આપણને પ્રોટીન, ફાઈબર, ફેટ, વિટામિન સી, ઈ, બી વગેરે મળે છે. • આ સિવાય રાગીની અંદર ઘણા બધા સંયોજનો છે જેમ કે રિબોફ્‌લેવિન, નિયાસિન અને ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને ફોસ્ફરસ વગેરે. તેના આ ગુણો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. • ચામડી માટે પણ નાગલી ખુબજ ઉપયોગી છે. ખાસ કરીને નાગલીમાં આવેલા ફેરુલીક એસિડ અલ્ટ્રાવાયોલેટ વિકિરણોના કારણે ચામડીને થનારી થતી નુકશાનીથી બચાવે છે. તેમાં આવેલા એન્ટી એન્જીંગ ગુણ ચામડીને સમય પહેલા દેખાતા વૃધત્વના લક્ષણોને ઘટાડે છે. • જે મહિલાઓ બાળકને સ્તનપાન કરાવે છે જેને આહારમાં રાગીનું સેવન કરવું જોઈએ. નાગલી લીલી હોય છે ત્યારે તેનો ઉપયોગ સેવનમાં કરવાથી સ્ત્રીઓમાં દૂધનું પ્રમાણ વધે છે. કારણ કે નાગલીમાં જરૂરી એમીનો એસિડ, લોહ તત્વ અને કેલ્શિયમ હોય છે જે બાળક અને મહિલા માટે જરૂરી હોય છે.
નાગલીમાં આવેલા એન્ટીઓક્સીડેન્ટ અને એમીનો એસિડ શરીર અને મગજને સ્વસ્થ બનાવવમાં મદદ કરે છે, તેના નિયમિત સેવનથી ચિંતા, તણાવ અને ડીપ્રેશન દુર રહે છે
• રાગીના મૂલ્યવર્ધન કેવી રીતે થઇ શકે જેથી સ્વાસ્થ અને અરોગ્યની જાળવણી થાઇ શકે
• રાગીના પાપડ • રાગીની ચકરી • રાગી બિસ્કીટ • રાગીના લાડુ • રાગીના કેક • રાગીના પીઝા