આગામી ૫ ઓગસ્ટથી શ્રાવણ મહિનાની શરૂઆત થઇ રહી છે. આ મહિનામાં વ્રત-ઉપવાસ કરનારા લોકો સિંગતેલમાં બનેલી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. સિંગતેલમાં માગ વધી જવાથી વિતેલા બે સપ્તાહમાં સિંગતેલના ભાવમાં ૧૫ કિલોના ડબ્બે રૂ. ૮૦નો વધારો થયો છે. આ સાથે જ મગફ્ળીની આવકો પણ ઓછી રહેતા પિલાણ માટે કાચો માલ ન મળતો હોવાથી ભાવમાં તેજીને ટેકો મળી રહ્યો છે.
સિંગતેલ ૧૫ કિલોનો ભાવ રૂ. ૨,૮૦૦ અને ૫ લીટર ટીનનો ભાવ રૂ. ૮૫૦ થયો છે.તેલના વેપારીઓના જણાવ્યા પ્રમાણે, શ્રાવણ આવી રહ્યો હોવાથી લોકો રૂટીન રસોઈના તેલની સાથે ફરાળ માટે સ્પેશિયલ સિંગતેલની ખરીદી કરે છે. આ ઉપરાંત ફરસાણના વેપારીઓ ફરાળી આઈટમો બનાવવા માટે સિંગતેલનો સ્ટોક કરી રહ્યા છે તેના કારણે માગ વધી રહી છે. ઘર માટે ૫ લીટર જાર વધારે વેચાય છે જ્યારે વેપારીઓ ૧૫
આભાર – નિહારીકા રવિયા કિલો કે ૧૫ લિટરનો ડબ્બો લેવાનું વધારે પસંદ કરે છે. જાકે, સિંગતેલ સિવાયના કપાસિયા, પામોલીન જેવા અન્ય તેલની માગ ઘટી જવાથી ભાવમાં રૂ. ૩૦-૪૦નો ઘટાડો જાવા મળ્યો છે.એક તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યાં બીજી તરફ, તેલના ભાવ લોકોને રડાવી રહ્યાં છે. બે મહિનામા પાંચમીવાર સિંગતેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. છેલ્લાં ૧૫ દિવસમાં કુલ ૮૦ રૂપિયાનો વધારો ઝીંકાયો છે.
તેલ મિલરોના જણાવ્યા પ્રમાણે, મગફ્ળીની સિઝન પૂરી થવા ઉપર છે અને ભારે વરસાદના પગલે માર્કેટિંગ યાર્ડમાં મગફ્ળીની આવકો ઓછી થઇ છે. આ સ્થિતિમાં મિલો પાસે પિલાણ કરવા માટે કાચામાલનો સ્ટોક ઓછો છે. ડીમાંડના પ્રમાણમાં પિલાણ ઓછું હોવાથી ભાવ વધી રહ્યા છે. જાકે, આવતા દિવસોમાં ભાવમાં વધારો થવાની શક્યતા ઓછી છે. ઊંચા ભાવે માગ ઘટવાની સંભાવના છે.
એક તરફ સિંગતેલનો ભાવ ભડકો કરાવી રહ્યું છે, તો બીજી તરફ, શાકભાજીના ભાવ ગૃહણીઓ માટે ચિંતાનો વિષય બન્યા છે. એક સમયે ૧૦૦ થી ૧૨૦ રૂપિયા કિલો વેચાતા ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે. ટામેટાના ભાવ ૬૦-૮૦ રૂપિયા કિલોએ પહોંચ્યા છે. જાકે અન્ય શાકભાજીઓના ભાવ હજી પણ આસમાને પહોંચ્યા છે. ૧૨૦ રૂપિયા કિલો વેચાતું ફ્લાવર અને ૧૦૦ -૮૦ રૂપિયા કિલો વેચાતા ભીંડાએ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું છે. ૧૨૦-૧૦૦ રૂપિયા કિલો વેચાતા ટિંડોળા અને પાપડી ગૃહણીઓ માટે ચિંતાનો વિષય બનયો છે. તો ફણસી ૧૨૦-૧૬૦ રૂપિયા કિલો, ગવાર ૧૪૦-૧૫૦ રૂપિયા કિલોએ પહોંચ્યું છે. જા કે હજી ગૃહણીઓમાં શાકભાજીમાં રાહત મેળવવાની આશા છે.