બાબરા તાલુકાના અમરાપરા ગામેથી શ્રધ્ધા અને ભક્તિનો અનોખો નજારો જોવા મળ્યો હતો, જ્યાં રાજુભાઈ સોરઠીયાની આગેવાની હેઠળ અમરાપરાથી બગદાણા સુધીની પદયાત્રા ૪૮મી વખત સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. પરંપરાગત રીતે યોજાતી આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા અને ધૂન-કીર્તનના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વિશેષ નોંધનીય છે કે આ સમગ્ર આયોજનનો ખર્ચ રાજુભાઈ સોરઠીયા પોતે ઉઠાવે છે, જે તેમની અતૂટ સેવાભાવના દર્શાવે છે. યાત્રાના અંતે તેમણે આગા મી સમયમાં પણ આવી જ સેવા કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી. આ પદયાત્રાએ ગામમાં એકતા અને આધ્યાત્મિક ઊર્જાનો સંદેશ ફેલાવ્યો છે.










































