અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-અમરેલી જિલ્લાની માધ્યમિક વિભાગની કારોબારી કમિટીના હોદ્દેદારોની જિલ્લા અધ્યક્ષ ભરત મકવાણાએ વરણી કરી છે. આ કમિટીમાં મહામંત્રી-યોગેશભાઈ પરમાર, સંગઠન મંત્રી-હરેશભાઈ પુરોહિત, વરિષ્ઠ ઉપાધ્યક્ષ-આપાભાઈ માંજરીયા, ઉપાધ્યક્ષ-ગૌતમભાઈ ધાખડા, અશ્વિનભાઈ દેવમુરારી, કિશોરભાઈ વરુ, મહિલા ઉપાધ્યક્ષ-વંદનાબેન પરમાર, મંત્રી-માનસિંહ વાળા, ભરતભાઈ ગેડિયા, કેશુભાઈ ગોહિલ, મહિલા મંત્રી-પ્રકૃતિબેન ધડુક, કોષાધ્યક્ષ-મુકેશભાઈ કોલડીયા અને કાર્યાલય મંત્રી તરીકે દિપકભાઈ ઈલાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ વરણીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અમરેલીના આચાર્ય સંવર્ગના અધ્યક્ષ રામભાઈ કેશવાલા, ઉચ્ચતર માધ્યમિક વિભાગના અધ્યક્ષ મનીષભાઈ સિદ્ધપરા, જિલ્લા પ્રાથમિક વિભાગના અધ્યક્ષ વિજયભાઈ મકવાણા, તેમજ મહાસંઘના હોદ્દેદારો મનીષભાઈ અગ્રાવત, ચિરાગભાઈ ત્રિવેદી, મહેન્દ્રભાઈ કાવઠીયા વગેરે આગેવાનોએ આવકારી છે.