સૌરાષ્ટ્રની પ્રાચીન દેહાણ જગ્યાઓમાંની પીરાણા રૂપી જગ્યા એટલે સંત શ્રી નથુરામ બાપુની જગ્યા.
સિધ્ધ મહાત્મા લોહલંગરી બાપુના ૨૪ શિષ્યોમાંના પટશિષ્ય નથુરામ બાપુ શેલ નદીના કાંઠે શેલ ખંભાળિયામાં ચેતન સમાધિરૂપ બિરાજમાન છે. વર્તમાન મહંત ૧૦૦૮ શ્રી લક્ષ્મણદાસ બાપુ ગોરધનદાસ બાપુ ગોંડલીયા તારીખ ૩/૮/૨૦૨૪ ને શનિવારે બ્રહ્મલીન થયા છે.
પૂજ્ય બાપુનું સમાધિપૂજન અને તીર્થભોજન તારીખ ૫/૮/૨૪ ને સોમવાર સાંજે ૫.૦૦ કલાકે રાખેલ છે.