રાજય સરકાર દ્વારા કેન્સરના દર્દીઓને આર્થિક સહાય મળે અને આ આર્થિક સહાય તેમને મદદરૂપ થાય તે હેતું માટે ગ્રાન્ટ ફાળવાવમાં આવે છે. જે અંતગર્ત સાવરકુંડલા તાલુકાના શેલણા ગામે કેન્સરના દર્દીઓને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે, જિ.પં.સદસ્ય પુનાભાઈ ગજેરા, કાળુભાઈ લુણસર, મહેશભાઈ ખુમાણ સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં હતા.