ભારતીય શેરબજોરો સપ્તાહના પ્રથમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ ૧૧૭૦ અંક ઘટીને ૫૮૪૬૫ પર બંધ રહ્યો હતો. જ્યાર નિફ્ટી ૩૪૮ અંક ઘટીને ૧૭૪૧૬ પર બંધ રહ્યો હતો. વન ૯૭ કોમ્યુનિકેશન લિમિટેડનો શેર ૧૩.૦૩ ટકા ઘટી ૧૩૬૦ પર બંધ રહ્યો હતો. એટલે કે શેર વધુ ૨૦૪ રૂપિયા ઘટીને બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે શેર પ્રથમ દિવસે ૨૭ ટકા તૂટીને ૧૫૬૪ રૂપિયા પર બંધ રહ્યો હતો.
પેટીએમની ઈસ્યુ પ્રાઈસ ૨૧૫૦ રૂપિયા નક્કી થઈ હતી. શેર પ્રથમ દિવસે જ ૨૭ ટકા તૂટીને ૧૫૬૪ રૂપિયાએ બંધ થયો હતો. એટલે કે રોકાણકારોને આઇપીઓ પ્રાઈસની સરખામણીમાં ૫૮૬ રૂપિયા પ્રતિ શેરનું નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે લિસ્ટિંગ શેરીમનીમાં સંબોધન કરતા પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્માની આંખમાં આંસુ આવી ગયાં હતા. જોકે પેટીએમનું લિસ્ટિંગ ઈસ્યુ પ્રાઈસ કરતાં નીચી કિંમતે થતાં લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે રોષ વ્યક્ત કર્યો હતો.
સેન્સેક્સ પર બજોજ ફાઈનાન્સ, બજોજ ફિનસર્વ, રિલાયન્સ, એનટીપીસી,ટાઈટન કંપની સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. બજોજ ફાઈનાન્સ ૫.૭૪ ટકા ઘટી ૭૦૬૧.૬૫ પર બંધ રહ્યો હતો. રિલાયન્સ ૪.૪૨ ટકા ઘટી ૨૩૬૩.૪૦ પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ, એશિયન પેઈન્ટ્‌સ, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ભારતી એરટેલ ૩.૯૦ ટકા વધી ૭૪૨.૦૫ પર બંધ રહ્યો હતો. એશિયન પેઈન્ટ્‌સ ૧.૧૪ ટકા વધી ૩૨૬૩.૪૫ પર બંધ રહ્યો હતો.
ગુરુવારે ભારતીય શેરબજોરો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ ૩૭૨ અંક ઘટીને ૫૯,૬૩૬ પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૩૪ અંક ઘટીને ૧૭૭૬૪ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એમએન્ડએમ ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, લાર્સન, ટાટા સ્ટીલ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. સ્શ્સ્ ૩.૨૮ ટકા ઘટી ૯૨૩.૮૦ પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા ૩.૧૯ ટકા ઘટી ૧૫૬૬.૩૦ પર બંધ રહ્યો હતો. જોકે એસબીઆઇપાવર ગ્રિડ કોર્પ, એચડીએફસી બેન્ક, રિલાયન્સ, ૈંઝ્રૈંઝ્રૈં બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યા હતા. એસબીઆઇ ૧.૧૬ ટકા વધી ૫૦૩.૯૫ પર બંધ રહ્યો હતો. પાવર ગ્રિડ કોર્પ ૦.૬૩ ટકા વધી ૧૯૨.૩૫ પર બંધ રહ્યો હતો.
ડિજિટલ પેમેન્ટ સેવા પ્રદાન કરનારી દેશની દિગ્ગજ કંપની પેટીએમના રોકાણકારોને ભારે મોટો ઝાટકો વાગ્યો છે. અત્યાર સુધીનો સૌથી મોટો ૧૮,૩૦૦ કરોડ રૂપિયાનો આઈપીઓ લઈને ઉતરેલી પેટીએમની પેરેન્ટ કંપની વન ૯૭ કોમ્યુનિકેશનના શેરમાં લિસ્ટિંગના દિવસથી શરૂ થયેલો ઘટાડો હજુ પણ ચાલુ જ છે. હાલ તેના શેરની કિંમત ઈસ્યુ પ્રાઈઝ કરતા લગભગ ૪૪ ટકા સુધી ઘટી ચુકી છે.
પેટીએમના શેર ગત સપ્તાહે ગુરૂવારના રોજ શેર બજોરમાં લિસ્ટ થયા હતા. તેનું લિસ્ટિંગ ઈસ્યુ પ્રાઈઝ કરતા આશરે ૯ ટકા ઘટીને થયું હતું. પહેલા દિવસે લિસ્ટિંગ બાદ તેના શેર્સની કિંમત સતત ઘટતી ગઈ અને વેપારના અંત સુધીમાં ૨૭ ટકાનો ઘટાડો નોંધાઈ ચુક્યો હતો. જ્યારે આજે સપ્તાહના પહેલા દિવસે તેમાં ૧૭ ટકા જેટલો વધુ ઘટાડો નોંધાયો. આ રીતે બે દિવસમાં કંપનીના શેરની કિંમતમાં ૪૪ ટકા કરતા વધારે ઘટાડો થઈ ચુક્યો છે.