(એ.આર.એલ),મુંબઇ,તા.૧૧
સપ્તાહના પહેલા દિવસે શેરબજાર મોટા ઘટાડા સાથે ખુલ્યું અને અંતે તે ફ્લેટ બંધ થયું. સોમવારે બીએસઇ સેન્સેક્સ ૯.૮૩ પોઈન્ટના મામૂલી વધારા સાથે ૭૯,૪૯૬.૧૫ પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે બીજી તરફ એનએસઇ નિફ્ટી ૫૦ ઈન્ડેક્સ ૬.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪,૧૪૧.૩૦ પોઈન્ટ પર બંધ થયો હતો. તમને જણાવી દઈએ કે આજે શેરબજારો મોટા ઘટાડા સાથે ખુલ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા શુક્રવારે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું.
સોમવારે સેન્સેક્સની ૩૦માંથી ૧૮ કંપનીઓના શેર લાલ નિશાનમાં અને બાકીની ૧૨ કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. નિફ્ટી ૫૦ની ૫૦માંથી ૩૦ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં અને ૧૯ કંપનીઓના શેર નફા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા. જ્યારે એક કંપનીના શેર કોઈપણ ફેરફાર વગર બંધ થયા હતા.
સેન્સેક્સ કંપનીઓમાં સામેલ એશિયન પેઇન્ટ્‌સના શેરમાં આજે સૌથી મોટો ૮.૧૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટાટા સ્ટીલના શેર ૧.૭૬ ટકા, બજાજ ફાઇનાન્સ ૧.૭૩ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૬૫ ટકા, ત્નજીઉ સ્ટીલ ૧.૬૪ ટકા, દ્ગ્‌ઁઝ્ર ૧.૩૨ ટકા, અદાણી પોર્ટ્‌સ ૧.૧૭ ટકા, બજાજ ફિનસર્વ ૧.૧૫ ટકા ઘટીને બંધ થયા છે.
આ સિવાય લાર્સન એન્ડ ટુબ્રો, સન ફાર્મા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનિલિવર, ભારતી એરટેલ, નેસ્લે ઇન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈટીસી, કોટક મહિન્દ્રા બેંક અને ટાટા મોટર્સના શેર પણ નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા છે.
પાવર ગ્રીડના શેર આજે સૌથી વધુ ૪.૨૨ ટકાના ઉછાળા સાથે બંધ થયા હતા.એચસીએલ ટેક ૧.૬૦ ટકા, ઇન્ફોસિસ ૧.૫૮ ટકા, ટેક મહિન્દ્રા ૧.૨૪ ટકા,ટીસીએસ ૧.૨૧ ટકા, મારુતિ સુઝુકી ૦.૮૬ ટકા,આઇસીઆઇસીઆઇ બેન્ક ૦.૭૮ ટકા,એચડીએફસી બેન્ક ૦.૬૯ ટકા, ટાઇટન ૦.૬૪ ટકા, ઇન્ડસઇન્ડ ટકા, સ્ટેટ બેન્ક ૦.૫૬ ટકા, સ્ટેટ બેન્ક ૦.૫૬ ટકા. અને એક્સીસ બેંકના શેર ૦.૪૪ ટકાવારીના વધારા સાથે લીલામાં બંધ થયા હતાં
છેલ્લા કેટલાક મહિનાઓથી શેરબજારમાં ઉથલપાથલનો માહોલ છે. શેરબજારમાં પણ મોટું કરેક્શન આવ્યું છે. તેની અસર હવે નવા રોકાણકારો પર દેખાઈ રહી છે. શેરબજારમાં રોકાણ માટે ડીમેટ ખાતા ખોલવાની ગતિ ધીમી પડી છે. ઓક્ટોબરમાં ઉમેરાયેલા ખાતાઓની કુલ સંખ્યા સપ્ટેમ્બર ૨૦૨૪માં ૪૩.૬ લાખથી ઘટીને ૩૪.૫ લાખ થઈ ગઈ છે. આ રીતે સતત ચાર મહિનાથી ડીમેટ ખાતામાં વૃદ્ધિનો ટ્રેન્ડ તૂટી ગયો છે. તે રોકાણકારોના સેÂન્ટમેન્ટ અથવા બજારની સ્થતિમાં સંભવિત ફેરફારો પણ સૂચવે છે.
દરમિયાન, વિવિધ માર્કેટ સેગમેન્ટમાં વ્યક્તિગત રોકાણકારોની પ્રવૃત્તિએ સપ્ટેમ્બર ૨૦૨૪માં મિશ્ર વલણ દર્શાવ્યું હતું. દ્ગજીઈ રોકડ બજારમાં સક્રિય રીતે વેપાર કરતા વ્યક્તિગત રોકાણકારોની સંખ્યામાં થોડો વધારો થયો છે, એમ અહેવાલમાં જણાવાયું છે. સપ્ટેમ્બરમાં, ૧૫.૮ મિલિયન વ્યક્તિગત રોકાણકારોએ ઓછામાં ઓછા એક વખત વેપાર કર્યો, જે ઓગસ્ટમાં ૧૫.૫ મિલિયનથી ૧.૯ ટકાનો વધારો દર્શાવે છે. નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, કુલ ૨૯.૪ મિલિયન વ્યÂક્તઓએ ઓછામાં ઓછા એક વખત કેશ માર્કેટમાં ભાગ લીધો હતો, જે સમગ્ર એફવાય૨૪ માટે ૩૦.૭ મિલિયન હતો. એનએસઇના ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મહિનામાં ઓછામાં ઓછા એક વખત વેપાર કરતા વ્યÂક્તગત રોકાણકારોની સંખ્યા સપ્ટેમ્બરમાં ૩.૬ ટકા ઘટીને ૪.૪૬ મિલિયન થઈ છે જે ઓગસ્ટમાં ૪.૬૬ મિલિયન હતી. હ્લરૂ૨૪ ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, કુલ ૮.૭ મિલિયન વ્યક્તિએ ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ભાગ લીધો હતો, જે સમગ્ર એફવાય માટે ૯.૬ મિલિયનથી ઓછો હતો. આ ઘટાડો વ્યક્તિગત રોકાણકારોમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં ઘટતા રસને પ્રતિબિંબિત કરે છે, સંભવતઃ વધતી જતી અÂસ્થરતા અથવા બજારની પ્રાથમિકતાઓમાં ફેરફારને કારણે.દરમિયાન શેરબજારમાં રોકાણ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ વધુ સારું માધ્યમ હોવા છતાં, તાજેતરનો સર્વે રિપોર્ટ કહે છે કે યુવા રોકાણકારોનો મોટો વર્ગ મ્યુચ્યુઅલ ફંડનો માર્ગ અપનાવવાને બદલે સીધા જ શેરબજારમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. ફાઇનાÂન્શયલ ટેક્નોલોજી બ્રોકરેજ ફર્મ એન્જલ વનની પહેલ, ફિન વનના એક રિપોર્ટ અનુસાર, ૯૩ ટકા યુવા વયસ્કો સતત બચત કરે છે, મોટા ભાગના લોકો તેમની માસિક આવકના ૨૦-૩૦ ટકા બચત કરે છે.
સર્વે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શેર્સ તેમનો મનપસંદ રોકાણ વિકલ્પ છે. સર્વેક્ષણમાં સામેલ ૪૫ ટકા લોકોએ ફિક્સ્ડ ડિપોઝિટ અથવા સોના જેવા પરંપરાગત વિકલ્પો કરતાં આને વધુ પસંદ કર્યું. હાલમાં, ૫૮ ટકા યુવા ભારતીય રોકાણકારો શેરોમાં રોકાણ કરે છે, જ્યારે ૩૯ ટકા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. બ્રોકરેજ કંપનીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ફિક્સ્ડ ડિપોઝિટ (૨૨ ટકા) અને રિકરિંગ ડિપોઝિટ (૨૬ ટકા) જેવા સુરક્ષિત વિકલ્પો પ્રમાણમાં ઓછા અપનાવવામાં આવી રહ્યા છે.