અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ સત્રમાં સોમવારે સ્થાનિક શેરબજાર આખરે લીલા નિશાન સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ ૫૭.૬૫ પોઈન્ટના વધારા પછી ૭૫૯૯૬.૮૬ પોઈન્ટના સ્તરે બંધ થયો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૩૦.૨૫ પોઈન્ટના વધારા સાથે ૨૨,૯૫૯.૫૦ ના સ્તરે બંધ થયો. ટ્રેડિંગ સેશન દરમિયાન,બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ ૦.૪ ટકા વધ્યો. સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૬ ટકા ઘટ્યો. ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, ઓટો, આઇટી, ટેલિકોમ, મીડિયામાં ૦.૫-૧ ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે, ફાર્મા, પીએસયુ બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ ઇન્ડેક્સમાં ૦.૫-૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
આજના કારોબારમાં નિફ્ટી ૫૦ માં અદાણી એન્ટરપ્રાઇઝ (૩.૯૩%) સૌથી વધુ વધ્યો હતો. આ પછી બજાજ ફિનસર્વ (૨.૬૫%), ઇન્ડસઇન્ડ બેંક (૨.૫%), પાવર ગ્રીડ કોર્પ (૨.૨૩%) અને અદાણી પોર્ટ્સ (૨.૧૧%)નો સમાવેશ થાય છે. નિફ્ટી ૫૦ માં પાંચ મુખ્ય ઘટાડાવાળા શેરોમાં એમ એન્ડ એમ, ભારતી એરટેલ, ઇન્ફોસિસ, ટીસીએસ અને આઈસીઆઈસીઆઈ બેંકનો સમાવેશ થાય છે.
સોમવારે વૈશ્વીક શેરબજારોમાં મિશ્ર વલણ જાવા મળ્યું. રોકાણકારો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આર્થિક ડેટા અને નીતિગત પગલાં પર નજીકથી નજર રાખી રહ્યા છે, જે બંને સેન્ટ્રલ બેંકના આગામી પગલાંને પ્રભાવિત કરી શકે છે. ફ્રાન્સનો સીએસી ૪૦ શરૂઆતના વેપારમાં લગભગ ૦.૧% ઘટીને ૮,૧૭૧.૫૯ પર પહોંચ્યો, જ્યારે જર્મનીનો ડીએએકસ ૦.૪% વધીને ૨૨,૫૬૦.૦૦ પર પહોંચ્યો. બ્રિટનનો એફટીએસઇ ૧૦૦ ૦.૧% વધીને ૮,૭૪૨.૯૭ પર બંધ રહ્યો.
એશિયામાં, જાપાનનો બેન્ચમાર્ક નિક્કી ૨૨૫ શરૂઆતના વેપારમાં વધ્યો, પરંતુ બેન્ચમાર્ક ઝડપથી પાછો પડ્યો અને પછી થોડો ફેરફાર કરીને ૩૯,૧૭૪.૨૫ પર બંધ થયો, જે ૦.૧% કરતા ઓછો હતો. ઓસ્ટ્રેલિયાનો એસએન્ડપી,એએસએકસ ૨૦૦ ૦.૨% ઘટીને ૮,૫૩૭.૧૦ પર બંધ રહ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ૦.૮% વધીને ૨,૬૧૦.૪૨ પર બંધ રહ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ૦.૧% થી ઓછો ઘટીને ૨૨,૬૧૬.૨૩ પર પહોંચ્યો, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ ૦.૩% વધીને ૩,૩૫૫.૮૩ પર પહોંચ્યો.