સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સ્થાનિક શેરબજાર વધીને બંધ થયું. બીએસઈ સેન્સેક્સ ૩૨૮.૭૨ પોઈન્ટ વધીને ૮૨,૫૦૦.૮૨ પર બંધ થયો, અને નિફ્ટી ૧૦૩.૫૫ પોઈન્ટ વધીને ૨૫,૨૮૫.૩૫ પર બંધ થયો. આશરે ૨,૩૩૪ શેર વધ્યા, ૧,૬૫૭ ઘટ્યા અને ૧૫૪ શેર યથાવત રહ્યા. આજના ટ્રેડિંગમાં નિફ્ટીમાં સિપ્લા, એસબીઆઈ, ડા. રેડ્ડીઝ લેબ્સ, મારુતિ સુઝુકી અને અદાણી પોર્ટ્સ મુખ્ય વધ્યા હતા, જ્યારે ટાટા સ્ટીલ, ટીસીએસ, જેએસડબલ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા અને એચડીએફસી લાઇફને નુકસાન થયું. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ ૦.૪% વધ્યો અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૬% વધ્યો.જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે ભારતીય શેરબજારો વધારા સાથે બંધ થયા હતા, જેનું નેતૃત્વ બેંકિંગ અને ફાર્માસ્યુટિકલ શેરોમાં મજબૂત વધારાને કારણે થયું હતું. સરકારે ખાનગી ક્ષેત્રના વ્યાવસાયિકોને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું નેતૃત્વ કરવા આમંત્રણ આપ્યા બાદ રોકાણકારોના સેન્ટમેન્ટમાં સુધારો થયો હતો.સ્વદેશી બજારોમાં મજબૂતાઈ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વ્યાપક નબળાઈને પગલે શુક્રવારે રૂપિયો ૧૦ પૈસા વધીને ૮૮.૬૯ (કામચલાઉ) પર બંધ થયો હતો. ફોરેક્સ વેપારીઓએ જણાવ્યું હતું કે મજબૂત સ્થાનિક બજારો અને રાતોરાત કોમોડિટીના ભાવમાં ઘટાડાને કારણે રૂપિયો ૧૦ પૈસા વધ્યો હતો. સેન્ટ્રલ બેંકના હસ્તક્ષેપે પણ સ્થાનિક ચલણને ટેકો આપ્યો હતો અહેવાલ અનુસાર જાકે, તેમણે જણાવ્યું હતું કે મજબૂત અમેરિકન ડોલરે તીવ્ર વધારાને મર્યાદિત રાખ્યો હતો. આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં, રૂપિયો ૮૮.૮૦ પર ખુલ્યો અને ૮૮.૫૦-૮૮.૮૦ ની રેન્જમાં ટ્રેડિંગ કર્યા પછી, ૮૮.૬૯ (કામચલાઉ) પર બંધ થયો, જે તેના પાછલા બંધ કરતા ૧૦ પૈસા વધુ હતો. ગુરુવારે, ડોલર સામે રૂપિયો ૮૮.૭૯ પર બંધ થયો.









































